સારવાર બાદ સ્વસ્થ થતા ૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
અત્યાર સુધી કુલ ૧૯૦ દર્દીઓએ કોરોનાને માત આપી
જિલ્લામાં કુલ સક્રિય કેસોની સંખ્યા ૫૭
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૨૬૯ થવા પામી છે. આજે જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત ૬ વ્યક્તિઓ મળી આવ્યા હતા. નવા મળી આવેલા તમામ કેસો શહેરી વિસ્તારોના છે. જે પૈકી હાલોલમાંથી ૪ કેસો અને ગોધરા-શહેરામાંથી ૧-૧ કેસ મળી આવ્યો છે. હાલોલના સાંઈ પાર્ક વિસ્તારમાંથી ૫૪ વર્ષીય પુરૂષ, ગોકુલનગર વિસ્તારના ૯૧ વર્ષીય પુરૂષ, સનફાર્માના ૩૮ વર્ષીય પુરૂષ તેમજ ધારાનગર વિસ્તારના ૬૧ વર્ષીય મહિલાના કોરોના તપાસ અર્થે મોકલાયેલ સેમ્પલ પોઝિટીવ મળી આવ્યા છે. શહેરાના જીઈબી ક્વાટર્સમાં રહેતા ૨૯ વર્ષીય યુવાન તેમજ ગોધરાના ભૂરાવાવ વિસ્તારના વિનાયકનગરના ૫૭ વર્ષીય પુરૂષ પણ કોરોના સંક્રમણગ્રસ્ત થયા છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે જિલ્લાના કુલ ૧૯૦ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. જિલ્લાના શહેરી વિસ્તારોમાં ૨૨૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાં ૪૩ કેસો નોંધાયા છે.
જિલ્લામાં કોરોના સંક્રમણ સામે બચાવ પ્રક્રિયાના ભાગરૂપે અત્યાર સુધી કુલ ૧૫, ૫૬૬ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી ૧૩,૨૧૩ લોકોએ પોતાનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કર્યો છે, જ્યારે બાકીના ૨૩૫૩ લોકો હજી પણ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જિલ્લામાંથી તપાસ અર્થે કુલ ૭૯૧૯ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૬૯ સેમ્પલ પોઝિટીવ, ૭૨૪૫ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૬ સેમ્પલ રીપીટ સેમ્પલ હતા. ૬ દર્દીઓ કોવિડ-૧૯ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
રાજુ સોલંકી :- પંચમહાલ