Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનાં બોક્ષ નંગ 584 સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ જે એન ઝાલા પી.એસ.આઈ પી.સી બરંડા તેમજ એ.એસ ચૌહાણ મળેલ બાતમીનાં આધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનાં માંડવા ટોલનાકા પાસે બે ટ્રકોમાં ભરેલ જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ અંગે ચાર આરોપીઓની અટક કરવામાં આવી હતી. વિદેશી દારૂ બે ટ્રકોમાં જી.આઇ. ની પાઈપોનાં કવરિંગ પાછળ અને કન્ટેનરમાં છુપાયેલો હતો. જ્યારે કેટલોક જથ્થો પ્લાસ્ટિકની બેરલ અને પાણીના બોક્સની કવરીંગ પાછળ ચોર ખાનામાં છુપાવેલ હતો. કુલ વિદેશી દારૂ બોક્ષ 584 ટીન મળી કુલ 7044 કિંમત રૂપિયા 27.36,600 નો જથ્થો ઝડપી પાડયો હતો. આરોપીઓની વધુ પૂછપરછમાં ઘણી બાબતો જાણવા મળે તેમ છે. વિદેશી દારૂના જથ્થા ઉપરાંત બે વાહનો, મોબાઈલ નંગ ચાર અને રોકડા રૂપિયા મળી કુલ 48,77,800/- જ્યારે ઝડપાયેલા આરોપીઓમાં 1) પરવિન્દર સિંગ ગુરદીપ સિંગ મજબીશિખ રહે. હરિયાણા 2) ગુરપ્રીતસિંગ સુરેન્દરસિંગ મજબીશીખ રોહિણી સેકટર દિલ્હી 3) ગુરમીટસિંગ માખનસિંગ મજબીશીખ રહે. હરિયાણા 4) મલકિતસિંગ દર્શનસિંગ મજબીશિખ રહે.બિલોખેડી કરનાળ આ ચારે આરોપીઓની કોવિડ ટેસ્ટ કર્યા બાદ પોલીસ પુછપરછ કરશે.

Advertisement

Share

Related posts

ઉડતા ભરૂચ : નેત્રંગ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, ગણતરીનાં કલાકોમાં બે દરોડામાં 50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે, બુટલેગરોમાં ફફડાટ…

ProudOfGujarat

જોખમી રસાયણિક પ્રવાહી ભરેલ ટેન્કર પલટી કરતા નાસભાગ સર્જાઈ

ProudOfGujarat

લીંબડી તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોનાં મામલે ડેપ્યુટી કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!