Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : સસલાનો શિકાર કરવાનો પ્રયત્ન કરનાર ટોળકી ઝડપાઈ.

Share

ગુજરાત રાજ્ય વન-વિભાગની વડી કચેરીમાં વન્યપ્રાણી ક્રાઈમ વિભાગના વન સંરક્ષક શ્રી એસ.જે પંડિતને માહિતી મળતા કે સસલા જેવા નાના પ્રાણીઓનાં શિકાર માટે આવી ગેંગ તડતડીયુ(દટરીયુ) નો ઉપયોગ કરીને શિકાર કરે છે ત્યારે તે ફરીયાદનાં આધારે બજાણા રેંજનાં સ્ટાફને બાતમીનાં આધારે ગામ રાજપર તા.દસાડા ગામની સીમમાં ફેર કરી નાકાબંધી કરતા મોડી રાત્રે ચાર ઈસમો સીમમાંથી ગામ તરફ નીકળતા તેઓને અટકાવીને તપાસ કરતા તેઓ પાસેથી આ તતડીયુ નંગ-૧ તથા લોખંડની ધાર વગરની તલવારો નંગ-૨ મળી આવેલ, આ બાબતે આ ચારેય ઈસમોને તમામ રહેવાસી રાજપુર તા.દસાડા પુછ-પરછ કરતા તેઓએ આ તડતડિયા અને બે બુઠી તલવારો લઈને આ અંગે ભરત ગોધનભાઈએ જણાવ્યા મુજબ એક બેટરી સાથે એક ડબ્બામાં અવાજ થઈ શકે તે રીતે મોટર સંચાલિત યંત્ર જોડીને તેને બેટરીથી પાવર આપીને તેનો અવાજ કરવામાં આવે છે.આથી સસલું ઝાડામાં હોય તો ખુલ્લામાં આવે ત્યારે તેની ઉપર બેટરીથી પ્રકાશ પાડતા તે અંજાઈને ઉભું રહી જાય ત્યારે બોથડ પદાર્થ લાકડી તલવાર વગેરેથી તેને મારીને પાડી દેવામા આવે છે અને તેને પકડી લેવામાં આવે છે આનો ઉપયોગ અંધારીયા દરમિયાન જ કરવામાં આવે છે. આજરોજ તેઓએ પ્રયત્ન કરેલ પરંતુ તેઓને સસલુ મળી ન આવતા ચંદ્ર ઉગી ગયા બાદ તેઓ મોડુ થતા ઘર તરફ ખાલી હાથે પરત ફરતા હતા ત્યારે ઝડપાઈ ગયા હતા આથી તેઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૨(૧૬),૯,૩૯,૫૦,૫૧,૫૨,૫૪ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આ ઓપરેશન નાયબ વન સંરક્ષક શ્રી ઘુડખર અભ્યારણ ધ્રાંગધ્રાનાં માર્ગ દર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બજાણા દ્વારા સફળ રીતે પાર પાડી ચારેય ઈસમને આબાદ રીતે ઝડપી લેવામાં આવેલ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી નજીક ને.હા ૪૮ પરથી ફેટ્ટી એસિડ ચોરીના ગોરખધંધાનો પર્દાફાશ કરી ચોરીનો માલ તથા ટેન્કર સહિત બે આરોપીઓની પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી.

ProudOfGujarat

ભરૂચના ભોલાવ વિસ્તારમાં એક સાથે ૧૨ જેટલા મૂંગા પશુઓના મોત થતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

પાલેજ ખાતે વિદેશી દારૂ સાથે એક ની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!