Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર : સરસ્વતી વિદ્યામંદિર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું.

Share

જુલાઈ ૨૦૨૦ ના અંતમાં ધોરણ ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની સામાયીક કસોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જે હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ સામાયિક કસોટી સ્થગિત રાખવા અંગે જંબુસર ટીપીઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચના અને માર્ગદર્શન અનુસાર ગુજરાતભરમાં આજરોજ એકસાથે દરેક જિલ્લા તથા તાલુકા કક્ષાએ હોમ લર્નિંગ મૂલ્યાંકન અંગેની ધોરણ ૩ થી ૧૨ ની સામાયીક કસોટી સ્થગિત કરવા બાબતે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હોય તે અનુસંધાને સરસ્વતી વિદ્યામંદિર જંબુસર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવા સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ જંબુસર મંત્રી અનિલભાઇ ગાંધી પ્રધાનાચાર્ય મનોજભાઇ રામી સહિત શિક્ષક મિત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઇ સોશિયલ ડિસ્ટન્સ માસ્કના પાલન સાથે ટી.પી.ઓ કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ૧૨/૨/૨૦ ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા રાજયમાં એક સમાન અભ્યાસક્રમ અને એક સમાન કસોટીના આયોજન બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો તે સમય સંજોગો જોતાં એ યોગ્ય નિર્ણય હતો પરંતુ વર્તમાન કોવીડ ૧૯ મહામારીનાં સંક્રમણનાં સંકટકાળમાં એ ઠરાવ સંદર્ભે ધોરણ ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ માટે સમય કસોટી લઈએ તો મૂળ ઉદ્દેશ્ય કોઈ રીતે જળવાય તેમ નથી. આ કસોટી લેવા જતાં સ્વાસ્થ્યને લગતી તથા સામાજિક અને શૈક્ષણિક એવી અનેક ગંભીર સમસ્યાઓ સર્જાય તેવું છે. દેશમાં નિત અને જિલ જેવી મહત્વની તથા ઉચ્ચ શિક્ષણ તમામ પરીક્ષાઓ પાછળ ઠેલાઈ છે આ સહિત સામાયિક કસોટીમાં જે એચ.ઓ.ટી અભિગમ અપનાવવાનો છે તે વિદ્યાર્થીઓ માટે જાણીતો નથી તે આ પ્રકારના પ્રશ્નોના ઉકેલ માટે વિદ્યાર્થી તાણ અનુભવશે આ સહિત અનેક કારણોસર સામાયિક કસોટી સ્થગિત કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની અત્યંત રસાકસી ભરેલ યુથ કોંગ્રેસની ચૂંટણીનું આવેલ પરિણામ…

ProudOfGujarat

રાજપારડી નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!