ભરૂચ જીલ્લાનાં આરોગ્યતંત્ર દ્વારા અગાઉ જયારે કોરોના પોઝીટીવ કેસ ઓછા હતા ત્યારે જે-તે દર્દીને કોરોનાનો ચેપ કયાંથી લાગ્યો અને એ દર્દીનાં સંપર્કમાં કોણ-કોણ આવ્યા એટલે કે કોરોના લિસ્ટ તૈયાર કરવામાં આવતા કે જેથી કોરન્ટાઇન કરી શકાય. પરંતુ હવે આવી કવાયત ખૂબ ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી. ભરૂચ જીલ્લામાં તબીબોથી માંડીને કંપનીનાં HR થી માંડીને અન્ય મોટા અમલદારો કોરોના પોઝિટીવ લિસ્ટમાં આવી ગયા છે ત્યારે કોરોના લિસ્ટ ખૂબ લાંબુ થઈ જાય તેમ છે તેથી હવે કોરોના કેસ કયાંથી આવ્યા અને કયાં સુધી ફેલાયો તેની માથાકૂટમાં આરોગ્યતંત્ર પડતું ન હોય તેમ લાગી રહ્યું છે.
Advertisement