ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે. જોકે ભરૂચ સાયબર સેલ પોલીસ પણ સક્રિય બની છે. તાજેતરમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એલ.સી.બી. પોલીસનાં પી.આઇ. જે.એન.ઝાલા તેમજ પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ સાયબર સેલ પોલીસે મહત્વનાં ગુનાઓ શોધી છેતરપિંડીનાં ભોગ બનનારને નાણાં પરત અપાવ્યા હતા. જેમ કે એક અરજદારને કોરોના મહામારીમાં રૂપિયાની મદદ આપીશું એમ જણાવી નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે બીજા અરજદારને એવો કોલ આવ્યો હતો કે “બેંકમાાંથી મેનેજર બોલુ છુ આપનુ ATM કાર્ડ વેરીફાઇ કરવાનુ છે” તેમ કહી અરજદાર પાસે ATM કાર્ડની ગુપ્ત માહીતી મેળવી નાણાકીય છેતરપીંડી કરેલ છે. ત્રીજા અરજદારનાં ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જયારે ચોથા અરજદારને ઓનલાઈન વોલેટ PAYTM કંપનીના KYC અપડેટ કરાવાના બહાને અરજદારનાં બેંકના એકાઉન્ટની વિગત મેળવી છેતરપિંડી કરાઇ હતી. આ બનાવમાં કુલ રૂ.33,182 જેટલી રકમ છેતરપિંડીનો ભોગ બનનારને પરત અપાવવામાં સાયબર સેલ પોલીસ સફળ નીવડી હતી.
ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.
Advertisement