ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ રખવાનું જાહેરનામુ બહાર પાડયું છે. તે અગાઉ સુપરમાર્કેટ, મોટા બજાર, ચાર રસ્તા જેવા વિસ્તારોનાં વેપારીઓએ સ્વેચ્છાએ દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ કરવાની જાહેરાત કરી હતી. હાલ સમગ્ર ભરૂચ જીલ્લામાં બપોરે 4 વાગ્યા બાદ દુકાનો બંધ થઈ જાય છે. તેમ છતાં હજી કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી જેના કારણે ભરૂચ જીલ્લામાં લોકો એમ જણાવી રહ્યા છે કે હવે લોકડાઉન એકમાત્ર ઉપાય રહ્યો છે. પરંતુ લોકડાઉનની અફવા ભરૂચ પંથકમાં ઘણા દિવસોથી ચાલી રહી છે. તે સાથે સાથે કોરોના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે લોકડાઉન કયારે આવશે તે તો આવનાર સમય જ કહેશે.
Advertisement