આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વારંવાર પેટ્રોલ/ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવે છે, એક સમયે આંતરરાષ્ટ્રીય લેવલે 140 ડોલર પ્રતિ બેરલનો ભાવ હતો ત્યારે કેન્દ્રની તે સમયની કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર 79 રૂપિયામાં પેટ્રોલ આપી શકતી હોય તો આજરોજ આંતરરાષ્ટ્રીય લેવલે જયારે ક્રૂડ ઓઇલનાં ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર જનતાનાં ગજવા ખંખેરવાનો પ્રયાસ કરી રહી છે, જેના સંદર્ભે ગુજરાત યુવક કોંગ્રેસનાં પ્રમુખ થરાદ વિધાનસભાનાં ધારાસભ્યશ્રી ગુલાબસિંહ રાજપૂતનાં આદેશથી અને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસનાં મહામંત્રી વસીમ ફડવાલા, નગરપાલિકા વિપક્ષનાં ઉપનેતા શરીફ કાનુગા, પ્રતીક કાયસ્થ, પ્રદેશ મંત્રી સોયેબ શેખ,બાલુ ભાઈ પટેલ, શૈલેન્દ્ર સિંહ, ઇમરાન પટેલ વગેરે કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.
Advertisement