Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસર જલાલ પુરા વિસ્તારમાં આવેલી જર્જરીત પાણીની ટાંકીને તોડી પડાય.

Share

જંબુસર નગરમાં જલાલ પુરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી જે ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતીમાં હતી જેના કારણે સ્થાનિકોએ નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી અને વર્ષોથી રહેલ પાણીની ટાંકીને તાત્કાલિક ઉતારી લેવા માંગ કરી હતી. જલાલ પુરા ગીચ વસ્તીનો વિસ્તાર હોવાના કારણે પાણીની ટાંકી તૂટી પડે તો મોટી હોનારત સર્જાય જેથી લોકોએ પાણીની ટાંકી ઉતારી લેવા માંગ કરી હતી. નગરપાલિકાએ પણ ગીચ વસ્તી અંગે પૂરેપુરી સાવધાની રાખી હતી અને પાણીની ટાંકી ઉતારતા પહેલા સંબંધિત વિસ્તારને ખાલી કરવવામાં આવ્યો હતો. ત્યારબાદ જલાલ પુરા વિસ્તારમાં પાણીની ટાંકી ઉતારી લેવાતા તંત્રએ અને લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીની રિદ્ધિ સ્પેશિયાલિટી કેમિકલ કંપનીને ત્રણ જેટલા તસ્કરોએ બનાવી નિશાન : સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ.

ProudOfGujarat

અરવલ્લી : ભિલોડા બજારમાં નશામાં ધૂત ઇકો ચાલકે 5 લોકોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

રાજપીપળા શહેરની શાન ગણાતા પ્રવેશ દ્વાર પર જ આવેલા વિજયસિંહજી રાજાનાં ઐતિહાસિક સ્ટેચ્યુની જર્જરિત હાલત : પાલિકા તંત્ર સ્મારક તરફ કેમ ભારતા નથી..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!