Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના મહામારીનાં પગલે ભરૂચ જીલ્લામાં આર્યુર્વેદિક દવાઓની વધેલ માંગણીને કારણે કેટલીક દવાઓની બજારમાં તંગી.

Share

હાલ ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનો યુગ ચાલી રહ્યો છે ત્યારે લોકોનાં મગજમાં કોરોનાનાં ભયનાં પગલે વિવિધ આર્યુર્વેદિક દવાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. લોકો એમ માની રહ્યા છે કે અન્ય દવાઓ કદાચ શરીરને નુકસાન પહોંચાડે પરંતુ આવી દવા નિર્દોષ હોવાથી શરીરને નુકસાન પહોંચાડતી નથી. એવી માન્યતાનાં પગલે લોકો હવે આવી દવા તરફ વળ્યા છે. જેમાં ગિલોય, સુદર્શન, ધનવટી, આરોગ્યવર્ધની વટી, આમળા તેમજ વિવિધ જાતનાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ચવનપ્રાશ તેમજ આર્યુર્વેદિક ઉકાળાનો સમાવેશ થાય છે. અચાનક આર્યુર્વેદિક દવાઓની માંગમાં ઉછાળો આવતા ભરૂચ જીલ્લાનાં બજારોમાં કેટલીક આર્યુર્વેદિક દવાઓ ખૂટી પડી છે ત્યારે કંપનીઓ દ્વારા હવે વધુને વધુ આર્યુર્વેદિક દવાનાં ઓર્ડર ભરૂચ જિલ્લામાંથી મળતા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના સરવણ ફોકડી ગામેથી પોલીસે બે લાખનો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર માં ૬ વર્ષના બાળકના અપહરણનાં ગુનામાં ઝડપાયેલી મહિલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!