Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા તાલુકાનાં નાની દેવરુપણથી ઉભરીયા વચ્ચેનાં બિસ્માર રસ્તાને નવીનીકરણ કરવા લોક સરકાર દ્વારા માંગ કરાઈ.

Share

ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદનાં કારણે નર્મદા જિલ્લાનાં ઘણા બધા અંતરિયાળ ગામોનાં રસ્તા બિસ્માર બન્યા છે ત્યારે તાલુકાનાં નાની દેવરુપણથી ઉભરીયા વચ્ચેના રસ્તાની બિસ્માર હાલતનાં કારણે લોકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. વધુ વરસાદ વરસે ત્યારે સમગ્ર રસ્તા પર કીચડ પથરાઈ જાય છે જેના કારણે વાહન લઈને જવું પણ મુશ્કેલ બને છે આ બાબતે સાગબારા તાલુકાના લોકસરકાર ઇન્ચાર્જ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યું હતું કે સાગબારા તાલુકાનાં નાની દેવરુપણથી ઉભારિયા સુધીનાં છ કિલોમીટર રસ્તાનું નવીનીકરણ સમારકામ કરાવવા જે તે વિભાગને આદેશ આપવામાં આવે તેમજ અમારી આ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે તેમ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈએ વાવાઝોડાને પગલે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વિજપુરવઠો ન મળતા જી.ઈ.બી. ને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

પાલેજની નવીનગરીમાં દેરાણી જેઠાણી વચ્ચે ગાળો બોલવાની બાબતે મારામારી ધમકી સબબ ની સામ-સામે ફરિયાદ નોંધાય હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!