Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર થયેલ હુમલાનાં મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

Share

સુરતનાં પૂણાગામ સીમાડા રોડ યોગી ચોક ખાતે આવેલ આમ આદમી પાર્ટીનાં કાર્યાલયમાં ચાર અજાણ્યા ઇસમોએ તોડફોડ કરી પ્રભારીને BJP નો વિરોધ કરવાનો અને પોસ્ટર લગાવવાનો તેને બો શોખ છે તેમ કહી માર મરવામાં આવ્યો હતો. આ બનાવને લઈ પ્રભારી શર્માભાઈએ ચાર અજાણ્યા ઇસમો વિરુદ્ધ સરથાના પોલીસે માર મારવાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આ બનાવનાં અનુસંધાને ભરૂચ આમ આદમી પાર્ટીએ ભરૂચનાં પાંચબત્તી ખાતે આ હુમલાને વખોડતા ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું તથા ભાજપ મોદી તેરી તાનાશાહી નહીં ચલેગી, કલ લડે થે ગોરો સે આજ લડેગે ચોરો સે જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજયમંત્રી તેમજ આરોગ્યમંત્રીની હાય હાય બોલાવી હતી. પોલીસે આ વિરોધ પ્રદર્શન અટકાવતાં ભારે ધર્ષણનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા શહેરમાં ડેન્ગ્યુનો આતંક.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં સહકારી ક્ષેત્રમાં રાજકીય ભૂકંપ…શ્રી ગણેશ ખાંડ સહકારી ઉદ્યોગ વટારીયાનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાનું પ્રમુખ પદેથી રાજીનામું…

ProudOfGujarat

ભરૂચ મહિલા પોલીસની સરાહનીય કામગીરી : કેટલાક ગુનાઓમાં નાસતા ફરતા ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!