ભરૂચ જીલ્લામાં દર વર્ષે વિવિધ તહેવારો અને પર્વ નિમિત્તે દેવી દેવતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. ઉત્સવ કે પર્વ પૂર્ણ થયા બાદ તેને નદી કે તળાવમાં વિસર્જન કરી દેવાય છે. પ્રતિમાઓ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવાય હોય તો નદી કે તળાવમાં વિસર્જિત કરાતા પર્યાવરણની સમસ્યા સર્જાય છે. જેથી માછલી અને અન્ય જળચર પ્રાણીઓ માટે આ બાબત નુક્સાનકારક સાબિત થાય છે. તેમાં હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે વિવિધ જાહેરનામાઓ કોરોના અટકાવવા માટે જાહેર કરવામાં આવે છે. ત્યારે ભરૂચ જીલ્લાનાં સમગ્ર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન દેવી દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં તંત્ર દ્વારા વિવિધ આદેશ આપેલ છે. જેમ કે મૂર્તિઓની બનાવટમાં કુદરતી વસ્તુઓનો સમાવેશ કરવો પ્લાસ્ટર ઓફ પેરિસનો સમાવેશ કરવો નહીં. મુર્તિ સહેલાઇથી ઓગળી જાય તેવી રીતે બનાવવી, ઝેરી રસાયણ કે કેમિકલયુકત રંગોથી મુર્તિને કલર કરવો નહીં, મૂર્તિની બનાવટમાં ઘાસ, લાકડાં કે બાંબુનો ઉપયોગ થવો નાં જોઈએ. તેમજ મૂર્તિની ઊંચાઈ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધુ ના હોવી જોઈએ. મૂર્તિકારો જે જગ્યાએ મુર્તિ બનાવે છે તે જગ્યા અને તેની આજુબાજુની જગ્યામાં ગંદકી કરવી નહીં. મૂર્તિઓનું વેચાણ કર્યા બાદ ખંડિત મુર્તિને બિનવારસી હાલતમાં છોડી જવી નહીં. બીજા ધર્મની લાગણી દુભાઈ તેવી મુર્તિ બનાવી નહીં, ભરૂચ બહારથી મુર્તિ લાવી વેચનાર મૂર્તિકારો અને વેપારીઓને પણ આ નિયમો લાગુ પડે છે.
ભરૂચ : દેવી દેવતાઓની પ્રતિમાઓ કેવી બનાવવી તે અંગે જાહેરનામુ બહાર પડાયું જાણો કેવા નિયંત્રણો મુકાયા.
Advertisement