પોલીસ સૂત્રોનાં જણાવ્યાનુસાર તા.૧૦/૦૭/૨૦૨૦ ના રોજ ઇન્સ્પેક્ટર વી.એ.દેસાઇ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સ્ટાફનાં પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે એક સફેદ કલરની મારૂતી ઓમની વાન ગાડી નંબર GJ-07-AG-4049 ની ગાડીમાં દારૂ ભરી મલાજા થઇ પુનિયાવાંટ તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે પુનિયાવાંટ નાના ફળીયાના બસ સ્ટેન્ડ પાસે પહોંચી નાકાબંધીમાં હતા દરમ્યાન બાતમી હકીકત મુજબનાં વર્ણનવાળી મારૂતી ઓમની ગાડી આવતી દેખાતા કોર્ડન કરી ગાડીનો ચાલક તથા તેની બાજુની સીટ પર બેસેલ ઇસમ તથા પાછળની સીટ ઉપર બેઠેલ બે ઇસમોને પકડી પાડી (૧) વિશાલભાઇ ગણેશભાઇ જાતે ઝાંજે ઉ.વ.૨૩ ધંધો- ખાનગી નોકરી રહે. વડોદરા શહેર, ૯-સી વિભુતીયોગ સોસાયટી, દંતેશ્વર પ્રતાપનગર વડોદરા શહેર તા.જિ.વડોદરા તથા તેની બાજુની સીટ પર બેસેલ ઇસમ (૨) દિગ્વીજય મહેન્દ્રસિંહ જાતે ભુમેલા ઉ.વ.૨૮ ધંધો- ખાનગી નોકરી રહે. વડોદરા શહેર, બી-૪ અશોકનગર સોસાયટી, દંતેશ્વર તા.જિ.વડોદરા તથા પાછળની સીટ ઉપર બેસેલ (૩) દુર્ગેશભાઇ દિપકરાવ જાતે ગાંગુડે ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે.વડોદરા શહેર, હરીઓમનગર, દંતેશ્વર તા.જિ.વડોદરા તથા તેની બાજુમા બેસેલ ઇસમ (૪) રઘુનાથસિંહ ધિરજસિંહ જાતે ગોહિલ ઉ.વ.૩૨ ધંધો-ડ્રાઇવિંગ રહે. વડોદરા શહેર, રાઘવનગર ચીત્રા સોસાયટીની સામે દંતેશ્વર તા.જિ.વડોદરા નાઓ ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૮૪ કુલ કિં.રૂ. ૩૧,૫૬૦/- નો પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ મારૂતી ઓમની વાન ગાડી નંબર GJ-07-AG-4049 ની કિ.રૂ. ૭૦,૦૦૦/- તથા અંગઝડતીના રોકડા રૂપિયા ૧૫૫૦/-તથા મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧,૦૮,૧૧૦/- નો મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ અને તેઓની વિરુદ્ધ પ્રોહી એક્ટની કલમ-૬૫એઇ,૯૮ (૨),૮૧,૮૩,૧૧૬(બી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે અને સહ આરોપીની તપાસ કરીને પકડી પાડી ગુન્હાનાં કામે અટક કરવા સારૂ ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.
તૌફીક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોર વ્હીલ મળી કુલ કિં.રૂ. ૧,૦૮,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
Advertisement