ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ચાર લોક ડાઉન દરમિયાન નિયંત્રણમાં હતું અને લોકો સોશિયલ ડિસ્ટન્સના અભાવે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્ન કરતા હતા પરંતુ અનલોક એક અને બે માં ભરૂચ જિલ્લામાં સંક્રમણની સંખ્યા રોકેટ ગતિએ વળી હતી. આજે ભરૂચ જિલ્લામાં ૯ તાલુકાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આજે ભરૂચ જિલ્લામાં જંબુસર શહેર ભરૂચ હાસોટ અંકલેશ્વર નેત્રંગ અને ઝઘડિયા તાલુકો હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. ગઈકાલે 27 કેસો નોંધાયા હતા ત્યારે આજે શુક્રવારના રોજ ભરૂચ જિલ્લાનાં હાંસોટ તાલુકામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા જેમાં સાહોલમાં 10, ઇલાવ 2, હાંસોટ 1, જ્યારે અંકલેશ્વરમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં આજે કુલ 14 લોકો કોરોના પોઝિટિવ થયા હતા. જિલ્લામાં કુલ 86 લોકોનાં શંકાસ્પદ રિપોર્ટ આવ્યા છે. ભરૂચ જિલ્લામાં હાલ 189 લોકો સારવાર હેઠળ છે અને જિલ્લામાં કુલ મોત 15 થયા છે જયારે ભરૂચ જિલ્લામાં કુલ 423 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તો બીજી તરફ આ કોરોનાનું સંક્રમણ વધી જતાં જિલ્લાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભરૂચ શહેર-જિલ્લામાં સવારે સાત વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી જ વેપાર-ધંધા અને દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી ચાર વાગ્યા પછી દુકાન કે વેપાર ચાલુ હતો તેઓને હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જોકે વહીવટી તંત્રના નિર્ણયને લઈને હવે ફરી અને દુકાનદારોની હાલત બગડી ગયા આર્થિક રીતે દુકાનદારોને વેપારીઓ તૂટી રહ્યા છે લોકોના કામ ધંધા બંધ થઈ રહ્યા છે ત્યારે વેપારીઓ હવે ફરીવાર લોક ડાઉનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો હોવાનો અને પ્રથમ લોક ડાઉન જેવું અનુભવ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ વચ્ચે વેપારી આલમની આર્થિક હાલત બગડી છે.
ભરૂચ જીલ્લામાં આજે કુલ 14 કોરોના પોઝીટીવ કેસો આવતા કુલ સંખ્યા 423 થઈ છે.
Advertisement