Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ આઈ વોર્ડની હાલત ખુબ જ દયનીય છે.

Share

આજથી એક વર્ષ પહેલા લિંબડી સિવિલ હોસ્પિટલનાં આઈ વોર્ડમાં ડોક્ટર જયેશ વેસેટીયન‌ની દેખરેખ હેઠળ દિનપ્રતિદિન આંખોનો ઓપરેશન માટે જતા હતા જેવા કે આંખની સારી કાઢવી,‌ વેલ કાઢવી, મોતિયાના ઓપરેશન જેવા વગેરે ઓપરેશન થતાં હતાં. ‌પણ‌ એક વર્ષ પહેલાં ‌ડોક્ટર જયેશ વેસેટીયનની બદલી ધોરાજીથી જતાં હાલ તમામ‌ પ્રકારના ઓપરેશન બંધ થય ગયા છે અને પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રજા લુંટાઈ રહી છે અને લીંબડીની ગરીબ પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હજારો રૂપિયા વેડફીને બહાર આંખની સારવાર લેવી પડી રહી છે ત્યારે આ બાબતે લીંબડી અધિક્ષકને આ બાબતે વાત કરતા લીંબડી સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું કે અમે આ બાબતે જે-તે લગતા વિભાગમા લખી આપ્યું છે તેમ છતાં આજદિન સુધી કોઈ આંખના સર્જન મુકાયા નથી તે સિવાય હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફક્ત ત્રણ જ મેડીકલ ઓફિસર ડોક્ટર છે અને તે બાબતે પણ લખીને જે તે વિભાગને‌ મોકલી આપ્યું છે. ત્યારે હાલ લીંબડી સિવિલ હોસ્પિટલ એટ‌લે અંધેરી નગરી ગંડુ રાજા અને રામ રાજ્ય અને પ્રજા સુખી જેવી હાલત છે. જાણે લીંબડી તંત્ર અને રાજકારણીઓને લીંબડીની પ્રજાની ક‌ઈ પડી જ ના હોય‌ તેમ જણાય આવે છે અને લીંબડીની પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચ : લાભ પાંચમ સુધી વેપારીઓએ દુકાનો બંધ રાખતા બજારો સુમસામ.

ProudOfGujarat

અંકલેશ્વરની હેમાની ઇન્ડસ્ટ્રીઝમાં વહેલી સવારે રીએક્ટરમાં ટેમ્પરેચર વધી જતા ધડાકા સાથે આગ ફાટી નીકળતા એક કામદારનું મોત થયું હતું ત્યારે પાંચ કામદારો દાઝી જતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!