પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજ ઇન્સ્પેકટર ડી.જે.પટેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ હતા.દરમ્યાન કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ડીટેન કરી નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.કબ્જે કરવામાં આવેલ પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ
(૧) રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હિસ્કી કુલ બોટલ-૯૬૦ ની કિ.રૂ.૪,૬૦,૮૦૦/-
(૨) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર કુલ બોટલ-૧૨૦૦ ની કિ.રૂ.૧,૩૮,૦૦૦/-
(૩) આયસર ટેમ્પાની કિંમત રૂપીયા-૫,૦૦,૦૦૦/-
(૪) વીવો કંપનીનો મોબાઇલ -૧ ની કી.રૂ.-૨૦૦૦/-
પકડાયેલ ઇસમમાં
(૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવાના બાકી આરોપીમાં
(૧) અલ્કેશભાઇ થાવરીયાભાઇ રાઠવા રહે.ચીસાડીયા તા.જી.છોટાઉદેપુર.
(૨) રસુલભાઇ સગદીયાભાઇ ભીલ રહે રૂસ્તમપુરા વસાહત તા.વાઘોડીયા જી.વડોદરા.
(૩) રેવજીભાઇ ચમાડીયાભાઇ ભીલ રહે સણોલી વસાહત તા.સંખેડા જી.છોટાઉદેપુર.
(૪) વિજયભાઇ અજીતભાઇ સોલંકી રહે.વેડપુર તા.વાઘોડીયા જી.વડોદરા.
(૫) ટેમ્પાનો ચાલક નામઠામ જણાયેલ નથી.
આમ આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂની કુલ બોટલો નંગ-૨૧૬૦ ની કિંમત રૂપીયા-૫,૯૮,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂપીયા-૨૦૦૦ તથા આયસર ટેમ્પાની કિમત રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૧,૦૦,૮૦૦/-ના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ડીટેન કરી તેઓને ક્વોરન્ટાઇન કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
તૌફીક શેખ છોટા ઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
Advertisement