હાલમાં દિનપ્રતિદિન ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો સતત વધી રહ્યો છે જેના પગલે હાલ નવું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે જેથી કરીને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને કોરોના વાઇરસનું સંક્રમણ ઓછું થાય. ભરૂચ નગરપાલિકા તરફથી તથા પાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાળાનાં જણાવ્યા અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે નગરપાલિકાનો આગળનો પ્રવેશ દ્વાર બંધ કરી પાછલા સાંકડા દ્વારેથી લોકોની અવરજવર કરવાની રહેશે. પરંતુ ભરૂચ નગરપાલિકા નિયમો તો બનાવી નાંખે છે પરંતુ તેનો અમલ સારી રીતે થાય છે કે નહીં તેની દરકાર લેવામાં આવતી નથી. ભરૂચ નગરપાલિકાએ પાછલા દ્વાર સાવચેતીનાં રૂપે ભલે અપનાવ્યો પરંતુ આ પાછલા દ્વાર પર સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ એક તરફ સોશિયલ ડિસ્ટન્સ નિયમોનાં પાલન કરવાની અપીલ કરે છે અને બીજી તરફ તેનું પાલન કરાવવામાં નગરપાલિકા બેદરકાર જોવા મળે છે.
ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખ એક તરફ સોશિયલ ડિસ્ટન્સ નિયમોનાં પાલન કરવાની અપીલ કરે છે અને બીજી તરફ તેનું પાલન કરાવવામાં નગરપાલિકા બેદરકાર જોવા મળે છે.
Advertisement