ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નં.6 માં સમાવેશ થતાં મકતમપુર પોસ્ટ ઓફિસથી નર્મદા નદી તરફ જવાના રસ્તા પર ગંદકીનાં પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વોર્ડ નં.6 મકતમપુર પોસ્ટઓફિસ ફળિયાનાં રહીશોએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં કેટલાંક લોકો દ્વારા ઈરાદાપૂર્વક ગંદકી કરવામાં આવે છે. ઢોરોનાં મળ-મૂત્ર અને કચરાનાં ઢગલા કરવામાં આવે છે. જેના પગલે તીવ્ર દુર્ગંધ આવે છે જેથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. કચરો નાંખનારને કહેવા જતાં રોજનાં લડાઈ ઝધડા થાય છે. પોસ્ટઓફિસથી નદી તરફ જવાના માર્ગ પર આવેલ મેદાન, મંદિર અને સ્મશાનગૃહ છે. મેદાનમાં અને સ્મશાનગૃહમાં જતાં લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે. તેમજ બાળકોનાં સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. ત્યારે આ અંગે યોગ્ય પગલાં ભરવા અંગે વિનંતી કરવામાં આવી છે.
ભરૂચ : મકતમપુર પોસ્ટ ઓફિસથી નદી તરફ જવાના માર્ગ પર ગંદકીનાં પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવાયું.
Advertisement