પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી આજે વધુ ૬ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. મુક્ત કરાયેલ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકાના પંચવટીનગર વિસ્તારના ૨૨ ઘરોના ૮૧ની વસ્તીને, લિમડી ફળિયાના ૧૮ ઘરોની ૩૦ વ્યક્તિઓની વસ્તી, ઈન્દિરાનગર વિસ્તારના ૦૭ ઘરોના ૩૬ વ્યક્તિઓની વસ્તી, ગોધરા નગરપાલિકાના લીલેશરા રોડ, ગોન્દ્રા વિસ્તારના ૧૪ ઘરોના ૭૩ વ્યક્તિઓ અને નીલકંઠનગર વિસ્તારના ૧૧ ઘરોના ૩૧ વ્યક્તિઓની વસ્તીને કલસ્ટર ક્વોરેન્ટાઈનના નિયંત્રણોથી મુક્ત થયા છે. આ છ વિસ્તારોમાં તા. ૧૧/૦૬/૨૦૨૦ના રોજ કોરોનાનો છેલ્લો કેસ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ગઈકાલે કાલોલ તાલુકાના મલાવ ગામના ખડકી ફળિયાને અને હાલોલ નગરપાલિકાના પાવાગઢ રોડના મહંમદી શેરી-૨ને કલસ્ટરમુક્ત કરવામાં આવ્યા હતા. આ બંને વિસ્તારોમાં ૧૦ મી જૂન, ૨૦૨૦ ના રોજ કોરોના સંક્રમણનો છેલ્લો કેસ મળ્યો હતો. જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ ૧૩૩ વિસ્તારો સંક્રમણના કેસો મળવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે નિયંત્રણ હેઠળ મૂકવામાં આવ્યા છે, જે પૈકી કુલ ૬૩ વિસ્તારોને છેલ્લા ૨૮ દિવસમાં સંક્રમણનો કોઈ કેસ ન મળવાના પરિણામે ક્લસ્ટરમુકત જાહેર કરી દેવાયા છે.
પંચમહાલ રાજુ સોલંકી