Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર પ્રાયોજના વહીવટદાર અધિકારીની બ્રિઝા કારનો ગંભીર અકસ્માત, છોટાઉદેપુર – બૉડેલી રોડ ઉપર દુમાલી પાસે આઇ- 20 કાર સાથે થયો હતો જેમાં આઈ 20 નાં ચાલકનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. 

Share

મળેલી વિગતો પ્રમાણે ગત રાત્રીનાં સમયે છોટાઉદેપુરથી થોડા અંતરે આવેલ દુમાલી ગામ નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં છોટાઉદેપુરનાં પ્રાયોજના વહીવટદારની બ્રિઝા કાર સાથે એક આઈ 20 કાર ભટકાઇ હતી જેમાં ભટકાયેલી સામેની આઈ 20 કારનાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું. તેમજ આઈ 20 કારમાં સવાર બીજો શખ્સ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યારે પ્રાયોજના વહીવટદાર વી.સી ગામીતનાં પગમાં ગંભીર ઇજાઓ થતા 108 માં બૉડેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારબાદ અધિકારી હાલ વડોદરાની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેઓની સાથે થયેલ ટેલિફોનિક વાતચીતમાં જાણવા મળી આવેલ કે તેઓની સ્થિતિ હાલ કાબૂમાં છે અને સુધારા તબિયત ઉપર છે. 

તૌફીક છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

ભરૂચ : સરકારી કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

ProudOfGujarat

લીંબડીના પાંદરી નજીક અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!