Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજ્યમાં ફરી રાજનીતિ ગરમાશે, રાજ્યસભા બાદ હવે ભાજપ કોંગ્રેસે શરૂ કરી પેટા ચૂંટણીની તૈયારી.

Share

ગુજરાતમાં વધતાં જતાં કોરોનાનાં કેસની વચ્ચે હવે પેટા ચૂંટણી જીતવા કવાયત શરૂ થઈ છે. ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ હાલમાં કોરોનાનાં ડરને બાજુમાં મૂકીને નવી રણનીતિ બનાવીને મેદાનમાં ઉતરી રહ્યા છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે સંભવત યોજાનાર ચૂંટણીની ભાજપ પક્ષે પણ પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે.કરજણ વિધાનસભાની બેઠક સદર્ભ કરજણ આવેલાં પ્રદેશ નિરીક્ષકો પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ ભાજપ સંકલન સમિતિ સાથે બેઠક યોજાઇ હતી. આ મીટીંગમાં ૧૪૭ કરજણ શિનોર પોરની પેટાચુંટણી અનુસંધાને ગુરુવાર તારીખ 9 જુલાઈનાં કરજણ ખાતે વિધાનસભાના મુખ્ય ઇન્ચાર્જ મંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાનાં માર્ગદર્શન હેથળ મિટીંગ તાલુકા સંકલનની યોજાઇ. આ મિટીંગમાં ઇન્ચાર્જ શબ્દ શરણભાઇ બ્રહમભટ્ટ, સાંસદ મનસુખભાઇ વસાવા જીલ્લા પ્રમુખ દિલુભાજી,તાલુકા પ્રમુખ જયદિપસિહ ચૌહાણ,તાલુકા જીલ્લાનાં મહામંત્રીઓ, તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ચુંટણીલક્ષી વ્યુહ રચના ઘડવામાં આવી અને મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યુ હતું.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદ : માતરના અલિન્દ્રા ગામે ઓછા વ્યાજની લોનના લેવા વ્યક્તિએ રૂપિયા ૪૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

ગોધરા પાસેના પોપટપુરા ના ગણેશમંદિરે દર્શન કરવા ભાવિકોની લાબી લાઇન લાગી.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે માતા સાવિત્રીબાઇ ફૂલે સ્માર્ટ આંગણવાડી ખાતે ત્રણ વર્ષ સુધીના નાના ભૂલકાઓનાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!