ભરૂચ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે જેને અંકુશમાં લેવા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી બપોરે 4 વાગ્યા બાદ જીવન આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરવા આદેશ અપાયો હતો. આ જાહેરનામાનાં અમલનાં પ્રથમ દિવસે ભરૂચ પંથકની તમામ દુકાનો 4 વાગ્યાં પહેલા બંધ થઈ ગઈ હતી. વેપારીઓએ 3 વાગ્યાંથી જ દુકાનો બંધ કરવાની શરૂઆત કરી દીધી હતી.વેપારીઓએ કલેકટર દ્વારા અપાયેલ આદેશને માન આપતાં જણાવ્યું હતુ કે કોરોનાને કાબુમાં લાવવો જરૂરી છે અમે તંત્રની સાથે છીએ.
Advertisement