રાજપીપલા નગર પ્રથમવાર કચરાપેટી મુક્ત બન્યું છે. કેમ કે હાલમાં ફરજ બજાવતા ચીફ ઓફિસરે નિર્ણય કર્યો કે શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવે છે ત્યારે કચરા પેટીનો શુ અર્થ. એટલે નગર માંથી 25 જેટલી કચરાપેટી વિવિધ જગ્યાઓ પર આવેલ હતી જેને તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવી હોય હવે એક પણ કચરાપેટી રાજપીપળા શહેરમાં જોવા નહીં મળે. નગરમાં સ્થાનિક રહીશોની કાયમ ફરિયાદો ઉઠતી હતી કે તેમના રહેણાંક પાસેથી કચરા પેટી હટાવો ત્યાં ગંદકી થતી હોય ત્યારે હવે કચરાપેટીની આ ફરિયાદ હવે દૂર થતાં સ્થાનિકોએ રાહત અનુભવી છે.ત્યારે પ્રશ્નએ ઉભો થયો હતો કે કચરો ક્યાં નંખાશે તેના જવાબમાં મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું કે લાંબા સમયથી આ કન્ટેનરો હટાવવા લોકોની ફરિયાદો મળતી હતી પરંતુ જ્યારથી મુખ્ય અધિકારી જયેશ પટેલે ચાર્જ સંભાળ્યો ત્યાબદ આ ફરિયાદ મળતા શહેરનાં તમામ કન્ટેનરો તત્કાલ હટાવી લેવાયા સાથે ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા પાલીકાનાં વાહનો ફરશે અને ગામનો કચરો આ વાહનો મારફતે લેવાશે તેમ જાણવા મળ્યું છે. આમ વર્ષો બાદ કદાચ ગુજરાત રાજ્યમાં પ્રથમ રાજપીપળા નગર પાલિકા કન્ટેનર મુક્ત બની હશે એ બાબત સ્થાનિકોએ પણ આવકારી અને પહેલા મુખ્ય અધિકારી એવા આવ્યા જેમણે વર્ષોની આ સમસ્યા ગણતરીનાં દિવસોમાં દૂર કરી તેવી પણ વાત સાંભળવા મળી હતી.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળા શહેર કચરાપેટી મુક્ત બન્યું : 25 જેટલી કચરાપેટીઓ હટાવી લેવાતા સ્થાનિકોને રાહત.
Advertisement