ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીનાં પગલે બપોરે 4 વાગ્યે દુકાનો બંધ કરવા અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેની વિવિધ અસરો ભરૂચ જીલ્લામાં જણાઈ રહી છે. જેમ કે નેત્રંગ ખાતે યુરિયા ખાતર લેવા માટે 4 વાગ્યાના લોકો લાઇનમાં ઊભા રહી ગયા હતા અને ખાતર લેવા પડાપડી કરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અંગેની કાળજી લેવાઈ ન હતી. આદિવાસી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતીનું સર્જન થયું હોય તેવી માહિતી સાંપડી રહી છે. હાલ જયારે ખેતીકામનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે ખેડૂતો ખાતર અને બિયારણ માટે પડાપડી કરી રહ્યા છે ઠેરઠેર કતારો જણાઈ છે. ખાતર અને બિયારણ મેળવવાની ઉતાવળમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી કેટલા સ્થાને તો ચંપલો મૂકી લોકોએ લાઇન લગાવી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે.
Advertisement