ભરૂચ નગરમાં એક પછી એક વિસ્તારનાં દુકાન માલિકો દુકાન બંધ રાખવા અંગે જાહેરાત કરી રહ્યા છે. સૌ પ્રથમ સુપર માર્કેટનાં વેપારીઓએ દુકાનો બંધ રાખવા જાહેરાત કરી હતી. ત્યારબાદ મહંમદપુરા વિસ્તારનાં વેપારીઓએ બપોરે 2 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક જાહેરાત કરી હતી અને હવે ભરૂચ સ્ટેશન વિસ્તારનાં વેપારીઓએ બપોરે 4 વાગ્યાં બાદ દુકાનો બંધ રાખવા સ્વૈછીક નિર્ણય કરેલ છે. ભરૂચ નગરમાં વધતા જતા કોરોના દર્દીઓના કેસોના પગલે આ નિર્ણય લેવાયા છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દી 15 નોંધાયા છે. જેમાં ભરૂચનાં 6 દર્દીઓનો સમાવેશ થાય છે.
Advertisement