Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટા ઉદેપુર જિલ્લા ખાણ ખનીજ કચેરીનો સપાટા હેઠળ છેલ્લા એક અઠવાડિયામાં ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.

Share

છોટા ઉદેપુર જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી દ્વારા સઘન ચેકિંગ અને મોનીટરિંગ હેઠળ જિલ્લામાં ખનીજ ચોરીનાં દૂષણને નાબૂદ કરવા તથા આ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો સામે કડક પગલાઓ ભરવાના જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાની સ્પષ્ટ નિર્દેશોના પલગે છેલ્લા એક અઠવાડિયામાં છોટા ઉદેપુર જિલ્લાનાં અલગ-અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ખનીજનું ખનન-વહન કરતા કુલ ૧૨ વાહન મળી કુલ રૂ.૧.૫ કરોડનો મુદામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત બિનઅધિકૃત્ત ખનન-વહનમાં સંડોવાયેલા કરાવતા ૩ (ત્રણ) ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ગેરરીતીમાં સંડોવાયેલા શખ્સો જિલ્લાનાં લીઝ ધારકો પાસેથી બિનઅધિકૃત્ત રીતે રોયલ્ટી પાસ મેળવી ઓનલાઇન તેમના સ્ટોકનાં એકાઉન્ટમાં જમા કરાવી તથા જિલ્લાની જ નોન ઓપરેટિંગ લીઝો કે જેમાં ખાણ કામ બંધ હોવા છતાં તેમાંથી ઓનલાઇન રોયલ્ટી પાસ ફાડી સ્ટોકમાં જમા કરાવતા હતા. જેના પગલે સાદી રેતી ખનીજનાં કુલ ૧૪ સ્ટોક ધારકોના મંજૂર કરેલ સ્ટોક રજીસ્ટ્રેશન “રદ” કરવામાં આવ્યા છે. તેમજ રાત્રિના સમયે રેતી ચોરી કરતા ઇસમો સામે છોટા ઉદેપુર જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા આવા વિસ્તારોમાં વધુ સઘન ચેકિંગ તથા મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી આગામી દિવસોમાં પણ વધુ સખ્ત અને કડક કાર્યવાહી કરી રેતી ચોરીમાં સામેલ માફિયાઓ સામે કડક પગલા ભરવાની નેમ ધરાવે છે. આમ, ખનીજ ચોરો સામે જરૂર જણાયે ફોજદારી કાર્યવાહી તથા ગંભીર પ્રકારનાં ગુનાઓમાં વાહન-મશીનરી રાજ્યસાત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે, તેમ છોટા ઉદેપુર જિલ્લા ભૂસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરીના ભૂસ્તરશાસ્ત્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

તૌફીક શેખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

સુરતના અમરોલીમાં ધોળે દિવસે તસ્કરોએ 27 લાખની ચોરી કરી.

ProudOfGujarat

રશિયા : પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં ફાયરિંગની ઘટના : 8 ના મોત : જીવ બચાવવા વિદ્યાર્થીઓ પહેલા માળથી કુદયા.

ProudOfGujarat

રાજપીપળા નજીકથી બે બાઈક ચોરો સહીત 8 મોટરસાયકલ ઝડપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!