Proud of Gujarat
INDIAFeaturedGujarat

ને.હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાનાં નબીપુર-કવિઠા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે એક ઈસમનું કરૂણ મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હાઇવે ૪૮ પર આવેલા ભરૂચનાં નબીપુર ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે કોઈ અજાણ્યા ઇસમને અડફેટે લેતા અજાણ્યા ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તરફથી ભરૂચ તરફ જતા એક અજાણ્યા વાહને રાહદારી અજાણ્યા ઇસમને અડફેટમાં લેતા રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા ઈસમનું મોત નીપજવા પામ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી અજાણ્યા ઇસમના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મૃતકનાં પરિવારજનોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી એમ જાણવા મળ્યું છે. વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

ઇમરાન ઐયુબ મોદી, પાલેજ

Advertisement

Share

Related posts

નડિયાદની મિત્તલ થાઇલેન્ડમાં ભારતીય નૃત્ય અને પરંપરાના પરચમ લહેરાવશે

ProudOfGujarat

આખા વિશ્વમાં ડ્રગ્સ હેરાફેરી કરવા ગુજરાત સેન્ટર પોઈન્ટ..? : તપાસમાં દિલ્હીથી વધુ 16 કિલો હેરોઈન મળ્યું

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકાના રુણ ગામે રોગચાળા પૂર્વે રોગ ન થાય તે માટે અટકાયતી ૫ગલા લેવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!