ભરૂચ જીલ્લા કલેકટરને આજરોજ ગણેશ સુગર બચાવ સંધર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં તાજેતરમાં જાહેર થયેલ ચૂંટણી કાર્યક્રમને હાલ કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરવામાં આવી છે. આવેદનમાં વધુ જણાવેલ છે કે, ગણેશ સુગરમાં ત્રણ જીલ્લા ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારોનો સમાવેશ થાય છે. 8 તાલુકાનાં 600 થી વધુ ગામોનો પણ સમાવેશ થતો હોવાથી આટલી મોટી સંખ્યામાં મતદારો, ઉમેદવારો, ટેકેદાર, સભાસદ ભેગા થતાં હોય ત્યારે કોવિડ-19 કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું શકય બનશે નહીં. વધુમાં ગણેશ સુગરનાં કાર્યક્ષેત્રનાં સભાસદો નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, આણંદ, કોસંબા જેવા શહેરોમાં પણ રહે છે જ્યાં પણ હાલ કોરોનાની પરિસ્થિતી ભયંકર હોવાથી માઇક્રો કન્ટેઇનમેન્ટ તેમજ કન્ટેઇનમેન્ટ ઝોનમાં સભાસદો કે જે મતદાર છે તેઓ હોવાથી ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરાઇ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદનાં કારણે ખેડૂત સભાસદોની વાવેતરની સીઝનની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે જેથી ખેતીનાં કામોનાં કારણે ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ થાય તેમ છે. આ ઉપરાંત હાલ વાલિયા તાલુકામાં જેવા કે હીરાપર મોખડી, નેત્રંગ, રૂપનગર, વાલિયા અને અન્ય ગામોમાં કોરોનાનાં લક્ષણો ધરાવતાં દર્દીઓ જણાયા છે. આ બધા સંજોગોનાં પગલે હાલ ગણેશ સુગરની ચૂંટણી મોકુફ રાખવા માંગણી કરવામાં આવી છે.
ભરૂચ : કોરોના મહામારી અને ખેડૂતોની સીઝન શરૂ થઈ હોય હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રાખવા ગણેશ સુગર બચાવ સંધષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી.
Advertisement