કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારોમાં મેઘ મહેર થઈ ચૂકી છે. ભરૂચ કરજણ વિસ્તારમાં હજી સુધી મેઘમહેર નહિવત થતાં જગતનાં તાત સહિત પ્રજામાં ચિંતા ફેલાય હતી. અસહ્ય ઉકળાટ અને ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એવા સમયે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જે અનુસાર કરજણ, પાલેજ, ભરૂચનાં વિસ્તારોમાં શનિવારથી છુટા છવાયા ઝાપટાં શરૂ થયા હતાં જેના પગલે રવિવારે અને સોમવારે સમગ્ર વિસ્તારનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શરૂઆતી વરસાદને લઈ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા તો બીજી તરફ ખેતી લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ છે.ખેતરોમાં ઊગી નીકળેલા કપાસ તુવરનાં પાકોને જીવતદાન મળી ગયું છે. હજી વરસાદ મન મૂકીને વરસે એવી ખેડૂત આલમમાં પ્રતીક્ષા થઈ રહી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement