નેત્રંગ જેવા આદિવાસી તાલુકાનાં ગોરાટિયા ગામમાં 5 વર્ષીય બાળક પર કુહાડીનાં ધા ઝીંકી દેવાયા હોય જેના પરિણામે બાળકની હત્યા થઈ હોવાનો બનાવ બન્યો હતો. જોકે ઝધડીયા પોલીસે આ નિર્મમ હત્યાનાં આરોપીને ઝડપી પાડયો હતો. રૂવાડા ઊભા કરી દે તેવી હત્યાનાં આ બનાવ અંગે જોતાં ચીકુબેન વસાવા ગોરાટિયા ગામ ખાતે વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના બે પુત્રો વનેશ અને ગુલાબ તેમની સાથે રહે છે. ચીકુબેનના પુત્ર વનેશનો પાંચ વર્ષીય પુત્ર વેદ કોઈ કામ અંગે દુકાને આવ્યો હતો. બપોરનાં સુમારે વેદ તેની દાદી ચીકુબેનની દુકાનથી રસ્તામાં ચાલતા ચાલતા ઘર તરફ જતો હતો જેવો વેદ કેતન જીતુભાઈ વસાવાનાં ઘર પાસેથી પસાર થતો હતો તે સમયે વેદ પર કુહાડીનાં ધા ઝીંકી દીધા હતા. આ બનાવ જોતાં ચીકુબેન અને સીમાબેન વેદને બચાવવા દોડી ગયા હતા. વેદ બેભાન થઈ ગયો હતો. તેવા સમયે 108 ઈમરજન્સી સેવા દ્વારા નેત્રંગ સરકારી દવાખાનામા અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભરૂચ સરકારી દવાખાને વેદને લઈ જવાયો હતો. ત્યારબાદ તબીબોએ વડોદરા લઈ જવાનું જણાવતા વેદને ખાનગી વાહન દ્વારા વડોદરા લઈ જવાયો ઝતો. પરંતુ વડોદરા ખાતે તબીબે તેનું મરણ થયું હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે કેતન જીતુ વસાવા ઉં.18 વિરુદ્ધ ફરિયાદ ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી હતી. ગણતરીનાં સમયમાં ઝઘડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ હત્યાનો બનાવ પાછળનો હેતુ શું હોય શકે તે અંગે હજી કંઈ જાણી શકયું નથી.
નેત્રંગ : ગોરાટિયા ગામ ખાતે 5 વર્ષનાં માસૂમની હત્યા થતાં અરેરાટી મચી ગઈ.
Advertisement