ભરૂચ જિલ્લામાં આરોગ્યની દુનિયામાં તબાહી મચાવી દીધી છે. તા 4/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં કુલ 18 કેસો નોંધાયા હતા. કોરોનાએ 250 પોઝિટિવનો આંકડો વટાવયા બાદ રફતાર તેજ કરી દીધી હતી ગણતરીનાં બે કે ત્રણ દિવસોમાં કોરોના પોઝિટિવનો આંકડો 294 સુધી પહોંચી ગયો છે આ કોરોનાની તેજ ગતી સામે તંત્રનાં તમામ પગલાં હાલની પરિસ્થિતિએ જોતા નિષ્ફ્ળ નીવડયા છે. જુના ભરૂચનાં વિસ્તારોમાં કેટલાક દિવસો પહેલા કોરોનાનો એક પણ કેસ ન હતો પરતું હવે કોરોના પોઝિટિવ કેસો જુના ભરૂચનાં દાંડિયા બજારથી કતોપોર દરવાજા સુધીના અલગ અલગ વિસ્તારોમાં જણાઈ રહ્યા છે જેમાં ચકલા, મોટા ડભોયાવાડ, મહંમદપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કોરોનાનાં કુલ 18 પોઝિટિવ કેસોનું વિશ્લેષણ જોતા ભરૂચમાં 7, આમોદ તાલુકામાં 2, અંકલેશ્વર તાલુકામાં 1, જંબુસરમાં 4, વાલિયા તાલુકામાં 1 અને હાંસોટ તાલુકામાં 3 કેસોનો સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લામાં આજે કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાતાં કુલ સંક્રમિતોની સંખ્યા 294 પર પહોંચી.
Advertisement