Proud of Gujarat
INDIAFeaturedGujarat

જાણો કોરોના વાયરસનાં દર્દીઓને બચાવનારા પ્લાઝમા શું છે દેશની પ્રથમ પ્લાઝમા બેંક બનાવવાનો ગુજરાતનો દાવો .

Share

ગુજરાત સરકારે પણ અમદાવાદ સિવિલમાં પ્લાઝમા બેન્ક બનાવી છે અને સરકારનો એવો દાવો છે કે તેણે દેશભરમાં સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે? આ બેન્કમાં અત્યાર સુધીમાં 30 કરતાં વધુ પ્લાઝમાં ડોનર દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓ કે જેઓને તાવ અને કફ જેવા કોવિડના લક્ષણો, RT-PCRથી કોવિડનો પોઝિટીવ રીપોર્ટ હોય તેવા દર્દીઓ જ્યારે રોગમુક્ત થયાના 28 દિવસ પછી અથવા 14 દિવસ પછી 24 કલાકનાં અંતરે કોવિડનાં બે RT-PCR નેગેટીવ રીપોર્ટ ધરાવતા હોય તેવા સાજા થયેલાં દર્દીઓની ઉંમર 18 થી 65 વર્ષ, વજન 50 કિલોથી વધારે તેમજ હિમોગ્લોબિન 12.05 ટકાથી વધારે હોય તેવા ડોનર પાસેથી ડિપાર્ટમેન્ટ ઑફ ઇમ્યુનોહિમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝન (IHBT) દ્વારા પ્લાઝમા લેવામાં આવે છે. કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયેલાં દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલાં દર્દીનાં શરીરમાંથી કાઢીને કોરોનાગ્રસ્ત દર્દીનાં શરીરમાં દાખલ કરવામાં આવે છે. લોહીમાં રક્તકણો અને તેનો પ્રવાહી ભાગ હોય છે જેને પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

Share

Related posts

તાપસી પન્નુની પ્રથમ પ્રોડક્શન ફિલ્મ ‘બ્લર’નું થયું છે રીયલ લોકેશનો પર શૂટ

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં હોમગાર્ડ,જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડનાં જવાનોને સરકાર કયારે પોલીસ કેડર આપશે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!