કોરોના મહામારીનાં દિવસોમાં જંગી કિંમતનાં સેનેટાઇઝર અને હેન્ડ વોશની લૂંટ થતી હોવાના ચોકાવનારા બનાવો બની રહ્યા છે. રાજસ્થાનનાં જયપુરનાં હરમાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે રૂ.90 લાખની કિંમતનાં હેન્ડ સેનેટાઈઝર, હેન્ડ વોશ અને લેમન ટીનો જથ્થો રવાના થયો હતો જેને લૂંટી લેવાયો હતો. આ લૂંટનો માલ ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કબોડિયા ગામનાં વ્યક્તિએ રાખ્યો હોવાની જાણ થઈ હતી તેથી આ અંગે વધુ તપાસ કરતા લૂંટનો માલ મૂળ કંબોડિયા અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતાં હેમરાજ કેશરીમલ માલીએ ખરીદ કર્યો હોવાનું જણાયું હતુ. હરમાડા પોલીસનાં પી.એસ.આઈ દેવેન્દ્ર પ્રસાદ શર્મા તેમજ નેત્રંગ અને અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે સંયુક્ત તપાસ કરતા લૂંટનો માલ શોધવા આરોપી હેમરાજ માલિની તપાસ કરતા તે મહા જહેમત બાદ તેના ભાણેજ જીતેન્દ્ર માલિ રહે. શિવદર્શન સોસાયટી ખાતેથી મળી આવ્યો હતો. જયારે મોબાઈલ ચેક કરતા લૂંટનો માલ પાનોલીનાં શુભમ કોમ્પ્લેક્ષ સ્થિત ગોડાઉનમાંથી મળી આવ્યો હતો. પોલીસે રૂ. 90 લાખનો માલ રિકવર કરી આરોપીઓની વધુ તપાસ શરૂ કરી હતી.
રાજસ્થાનનાં જયપુરનાં હરમાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ.90 લાખનો સેનેટાઇઝર અને હેન્ડ વોશનો જથ્થો નેત્રંગ ખાતેથી ઝડપાયો.
Advertisement