રાજપીપળા શહેરમાં ગંદકીની વારંવાર ફરિયાદો ઉઠવા પામી હોય એવા સમયે જ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાનાં રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીનાં નિવાસ્થાનની આસપાસ પણ ઘણા લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી થતી હોવાનો પત્ર ખુદ સાંસદે પાલીકાનાં ચીફ ઓફિસરને લખ્યો હોય જેનો અહેવાલ અખબારોમાં આવ્યા બાદ પાલીકાની ટિમો કામે લાગી અને યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરાઇ હતી. કામ શરૂ કરતાં પહેલાં નિરીક્ષણ માટે નીકળેલી પાલીકા ટિમમાં ચીફ ઓફિસર જયેશ પટેલ સાથે ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈ, ભાજપ યુવા મોરચાનાં જિલ્લા ઉપ પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, પાલીકાનાં ઈજનેર ભરત આહીર, હેમરાજસિંહ રાઠોડ સહિતનો કાફલો રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે પહોંચી સમસ્યાનું નિરીક્ષણ કરી તાત્કાલિક કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. આમ સાંસદનાં પત્રની અસર થતા પાલીકા દ્વારા આ સોસાયટીમાં વર્ષોની સમસ્યાનો હવે અંત આવશે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા
રાજપીપળા રાજેન્દ્ર નગર સોસાયટીમાં વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા બાબતે આખરે સાંસદનાં પત્રનાં અખબારી અહેવાલ બાદ પાલીકાની ટીમો કામે લાગી હતી.
Advertisement