નર્મદા જિલ્લાનાં પોલીસ વડા હિમકર સિંહ (IPS) માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એમ. પટેલ પો.ઇન્સ થતા સી.એમ. ગામીત એલ.સી.બી તથા સ્ટાફ સાથે આમલેથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાટણા ગામની સીમમાંથી અ.હે.કો દુર્વેશભાઇ તથા અ.હે.કો યોગેશભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે સંજયભાઇ કૃષ્ણલાલ રાવ રહે. રાવ ફળીયુ પાટણા તા.નાંદોદ જી.નર્મદા વાળાના શેરડીનાં વાવેતર કરેલ ખેતરમાં રેડ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ અલગ અલગ કંપનીનાં હોલ નંગ-૭પ કિં.રૂ.૩૨,૪૪૦/- તથા બિયર ટીન નંગ ૨૪૦ કિં.રૂ.૨૪,000/- તથા રોયલ સ્પેશીયલ પ્રીમીયમ વ્હિસ્કીનાં કાચના ક્વાટરીયા નંગ ૭૨૦ કિં.રૂ. ૭૨,૦૦૦/- જે તમામની કુલ કિં.રૂ.૧,૨૮,૪૪૦/- મુદ્દામાલપકડી પાડી સદર હું દારૂનો જથ્થો લાવનાર લીસ્ટેડ બુટલેગર રાકેશભાઇ મનુભાઇ માછી રહે.ઓરી તથા રખેવાળી કરનાર નારભાઇ રતનાભાઇ વસાવા રહે.પાટણા તા.નાંદોદ જી.નર્મદા તેમજ અજાણ્યા ત્રણ ઇસમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
રિપોર્ટર, આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા