અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામની પ્રાથમિક શાળા પાસે રાત્રીનાં 2 વાગ્યાંનાં અરસામાં 7 જુગારીયા જુગાર રમતા ઝડપાયા હતા જેમની અંગ ઝડતી, દાવ પરનાં નાણાં, મોટર સાયકલ, અને મોબાઈલ ફોન મળી કુલ રૂ 1 લાખ કરતા વધુની મત્તા પોલીસે જપ્ત કરી હતી. પોલીસે 6 જુગારીયાઓની અટક કરેલ છે જયારે 1 ફરાર થઈ ગયેલ છે. અંકલેશ્વર રૂરલ પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર મળેલ બાતમીનાં આધારે પી.એસ.આઈ ગઢવીએ કામગીરી કરતા 6 જુગારીયા જીતાલી પ્રાથમિક શાળા પાસે રંગે હાથ ઝડપાઇ ગયા હતા જયારે 1 જુગારી ફરાર થઈ ગયો હતો. જુગારીયા પાસેથી રોકડા નાણાં, મોટર સાયકલ અને મોબાઈલ મળી કુલ રૂ 1 લાખ કરતા વધુની મત્તા જપ્ત કરવામાં આવી હતી. ઝડપાયેલ જુગારીયાઓમાં જીતાલી ગામનાં ભરત ચંદુભાઈ વસાવા, આરીફ અબ્દુલ રાઠોડ, મયુદિન અબ્બાસ શેખ, તૌસીફ હનીફ ભાઈ મુલ્લા, આસિફ એયુબભાઈ દીવાન તમામ રહે. જીતાલી જ્યારે ધીરજ શર્મા રહે મીરાં નગરનો સમાવેશ થાય છે. જયારે અમીન ઇસ્માઇલભાઈ મન્સૂરી રહે જીતાલી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ બનાવની તપાસ કરી રહી છે.
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડ બહારથી 1 લાખ 25 હજાર ઉપરાંતનાં મુદ્દામાલ સાથે 6 જેટલા ઈસમને જુગાર રમતા ઝડપી પાડયાં.
Advertisement