કોરોના વાયરસનું સંક્રમણ વધતા માસ્કની જરૂરીયાત ઉભી થતાં ભરૂચ જિલ્લાનાં નેત્રંગ ખાતે સર્વાંગી વિકાસ ટ્રસ્ટની બહેનો દ્વારા ૨૫,૦૦૦ હજારથી વધુ માસ્ક તૈયાર કરાયા. કોરોનાની મહામારી સામે લડવા સખી મંડળની બહેનો દ્વારા ઘેર બેઠા માસ્ક બનાવીને સામાજીક દાયિત્વ નિભાવીને એક પ્રકારે રાષ્ટ્રની સેવા કરી રહી છે. નેત્રંગ આર.કે ભક્ત હાઈસ્કૂલની બાજુમાં રહેતા અનિલબેન વસાવા કે જેઓ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. તેઓને આ કોરોના વૈશ્વિક મહામારી સામે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનાં આત્મનિર્ભર ભારત અંતર્ગત આપના લોકોને રક્ષણ મળે તે માટે આ માસ્ક બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ માસ્ક બનાવવાની કામગીરી ૧૫ મી એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૫ જેટલી બહેનો સાથે મળી દિવસ દરમિયાન ૨૦૦૦ જેટલા માસ્ક તૈયાર કરે છે. દરેક બહેનોને અલગ અલગ કામગીરી ફાળવવામાં આવી છે. જેવી કે કટીંગ કરવાનું, રોલ પ્લે કરવો, પેકીંગ કરવું તેમજ જે તે જગ્યાએ ડિલિવરી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. બહેનોને સ્વ રોજગારી મળી રહે તે હેતુ થી આ કામગીરી ચાલી રહી છે. સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગનાં આજુબાજુનાં ગામોમાં છ હજારથી વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ છે વિના મૂલ્યે. નેત્રંગ તમેજ વલિયાની ૧૫ જેટલી બહેનો દ્વારા આ માસ્ક તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ માસ્ક તૈયાર કરવાની કામ ગીરી સવારે ૧૦ થી સાંજનાં ૫ વગ્યા સુધી કરવામાં આવે છે.સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા નેત્રંગ મામલતદારશ્રી એલ.આર.ચૌધરી સાહેબને પણ કર્મચારીઓ માટે ૭૦૦ જેટલા માસ્ક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા છે. તેમજ માંગરોળનાં ટી.ડી.ઓ તેમજ તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉમરપાડાનાં ટી.ડી.ઓ તેમજ તાલુકા પંચાયતનાં પ્રમુખ સહયોગથી આ કામગીરી ચાલી રહી. તેમજ આ દરેકે નેત્રંગ ખાતે ચાલી રહી સર્વાંગી વિકાસ ટ્રસ્ટની મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહન આપ્યું છે.
નેત્રંગ સર્વાંગી વિકાસ ટ્રસ્ટની બહેનો દ્વારા ૨૫૦૦૦ થી વધુ માસ્ક તૈયાર કરાયાં.
Advertisement