Proud of Gujarat
INDIAFeaturedGujarat

પરિસ્થિતિને અનુકૂળ થવું એ જ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ – ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી.

Share

ભરૂચ જિલ્લાનાં પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી સાથે સંકળાયેલ સુપ્રસિદ્ધ સૂફી- સંતોની દરગાહ આવેલી છે, જયાં ચિશ્તીયા નગર કંપાઉન્ડમાં સેંકડો વર્ષોની પરંપરા અનુસાર વર્ષોથી ગુરુપૂર્ણિમાં નિમિત્તે હિંદુ-મુસ્લિમ એકસંપીનાં ઉદાહરણ સ્વરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન મોટામિયાં માંગરોલની ગાદી હાલનાં અધિકૃત સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના સાનિધ્યમાં કરવામાં આવે છે. વર્તમાન સમય દરમિયાન કોરોના વાયરસ (કોવિડ- ૧૯) મહામારીના સંક્રમણને લઈ તા: ૦૫-૦૭-૨૦૨૦ રવિવારનાં રોજ મુલાકાત સહિતનાં તમામ કાર્યક્રમો જનહિતમાં મોકૂફ રાખવામાં આવ્યાં છે.અહીં ઉલ્લેખનીય બાબત છે કે દર વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી દરમિયાન મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ – સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના તેમના નિવાસસ્થાન પાલેજ ખાતે તથા તેમના સુપુત્ર- અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી મોટામિયાં માંગરોલની ગાદી ખાતે મુલાકાત આપી શુભેચ્છા, આશીર્વચન અને જીવન ઉપયોગી ઉપદેશ આપે છે. આ કાર્યક્રમમાં હજારો શ્રધ્ધાળુઓ ભેગા મળી શિસ્તબદ્ધ રીતે દર્શન કરી આધ્યાત્મિક પર્વમાં ભાગ લઇ એકતાનું ઉદાહરણ પૂરું પાડી ધન્યતા અનુભવે છે. કોરાના મહામારીને લઇ આ વર્ષે મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી ઉપરાંત નિવાસસ્થાન પાલેજ ખાતે પણ કાર્યક્રમ મોકૂફ હોવાથી તમામ શ્રદ્ધાળુઓ – અકીદતમંદોને ભેગા ન થઇ, પોતપોતાના ઘરે જ રહી આ સમય દરમિયાન વિશેષ ભક્તિ – બંદગી કરવા વિનંતી કરવામાં આવી છે, આ સાથે પરિસ્થિતિને અનુકૂળ થવું એ જ આપણા સૌની પ્રાથમિકતા હોવી જોઈએ, ઘણીવાર જીવનમાં ડગલે અને પગલે એકબીજાને સમજી, સહભાગી થઇ, એકબીજાના સહયાત્રી થવાની જરુર હોય છે, પરસ્પર સલામતીનો વિચાર કરી એ મુજબનું વાસ્તવમાં અનુસરણ વિશિષ્ટ પ્રકારનો સદ્ગુણ છે એમ જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત અનલોકનાં બીજા તબક્કા દરમિયાન દર્શાવવામાં આવેલ તમામ નિયમો, સ્વાસ્થ્ય સંબંધિત સૂચનાઓનું પાલન કરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના વિશેષ અનુરોધ સાથે – સાથે વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વને ત્વરિત મુક્તિ મળે એ માટે અભ્યર્થનાં પણ કરાઇ હતી.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરમાં પરિણીતાને છેડતી કરતાં જેલમાં જવાનો વારો આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસે 3 જુગારીને પકડી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીઓના સહયોગથી વિવિધ વિભાગોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!