વિશ્વમાં “ડૉક્ટર્સ ડે”ની સૌપ્રથમ ઊજવણી યુ.એસ.એ.માં કરવામાં આવી હતી. જ્યારે ભારતમાં ભારતરત્ન વિજેતા અને પશ્ચિમ બંગાળના પનોતા પુત્ર એવા ડૉ. બી.સી. રૉયની યાદમાં “ડૉક્ટર્સ ડે”ની ઊજવણી કરવામાં આવે છે. ડૉ.રૉયનો જન્મ ૧લી જુલાઇ, ૧૮૮૨ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તબીબી સેવાઓની સાથે સાથે ડૉ.રૉય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા તેમની તબીબી સિદ્ધિઓને ધ્યાને રાખીને ૧૯૬૧માં ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર “ભારત રત્ન” એનાયત કરવામાં આવ્યો હતો. નસીબ જોગ તેમની જન્મ અને મૃત્યુની તારીખ ૧લી જુલાઇ રહી છે. ડૉ. રૉયે ૧લી જુલાઇ, ૧૯૮૨ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેજ રીતે અંકલેશ્વર ના વિવિધ ક્ષેત્રો માં ડોકટર તરીકે સેવા આપતા અંકલેશ્વર ના ડો.જય વ્યાસ (કાર્ડિયોલોજીસ્ટ),ડો ભૂમિકા પટેલ (ગાયનેકોલોજિસ્ટ),ડો.ગૌરાંગ પટેલ( જનરલ ફિજીસીયન) અને ડૉ.અમી સુરતી (ડેન્ટિસ્ટ) તરીકે અંકલેશ્વર માં સેવા આપી રહ્યા છે જેઓ નું અંકલેશ્વર ની ઇનરવહીલ કલબ ઓફ અંકલેશ્વર સંસ્થા ઘ્વારા તેમને રૂબરૂ મળી ને”થેન્ક યુ” કરી તેમને ડોકટર્સ ડે નિમિતે સન્માનપત્ર આપી બિરદાવા માં આવ્યા હતા.ડોકટર દિવસ ની સાથે સાથે સંસ્થા ઘ્વારા એક દિવ્યાંગ વ્યક્તિ ને ચાલવા માટે ઘોડી ની જરૂરિયાત હોઈ તે વ્યક્તિ ને ચાલવા માટે ઘોડી નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહ માં કલબ વતી પ્રેસિડેન્ટ મનીષા અરોરા,સેક્રેટરી સંધ્યા મિશ્રા,જોઈન્ટ સેક્રેટરી નિતા મકરાણા અને જયશ્રી અમીપરા હાજર રહ્યા હતા.
ડોકટર દિવસ નિમિત્તે ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર સંસ્થા દ્વારા અંકલેશ્વરના ડોક્ટર શ્રી ઓનું સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું
Advertisement