ભરૂચ જિલ્લામાં આજરોજ 18 જેટલા લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને લઇને જિલ્લામાં આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. આજે ૧૮ લોકોના કોરોના પોઝિટિવનાં રિપોર્ટને પગલે વહીવટીતંત્ર માટે આ લોકોની સારવાર માટે દોડધામ કરવી પડી હતી. જેમાં આજે આવેલા કોરોના રિપોર્ટનાં પોઝિટિવ દર્દીઓમાં ભરૂચ તાલુકાનાં ચાવજ ગામનાં યશ પારેખ, મારુતિ વિહાર સોસાયટી ભરૂચનાં અરવિંદ ગીરી સ્વામી, ભરૂચની પારસીવાડમાં રહેતા યુનુસ સિકંદર હુસૈની, કલેકટર નજીકની સોસાયટીમાં રહેતા ધર્મિષ્ઠાબેન, આસુતોષ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઓઝા, સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી જ્યારે અંકલેશ્વર પોલીસ લાઈનમાં રહેતા રતિલાલ વસાવા, પાલેજનાં રહીશ દિનેશ શુક્લા, અંકલેશ્વરનાં પારેખ ફળિયામાં રહેતા સુનિલ પટેલ સાથે દિલીપ ઠાકોર પટેલ તેમજ અંકલેશ્વરની શ્રી ધામ સોસાયટીમાં રહેતા શોભા વાગલે, ભરૂચનાં હુસૈન નગરમાં રહેતા મોહમ્મદ ખત્રી, ભરૂચની હક પાર્કમાં રહેતા પટેલ શરીફાબેન, જંબુસરની કોઠીવાલી ખડકીમાં રહેતા દક્ષાબેન જોશી, ભરૂચની જીએનએફસી ટાઉનશિપમાં રહેતા ભરત પાટીલ, ઝાડેશ્વરનાં એસ.એલ.ડી હોમ્સનાં મહેતા રવજી પટેલ તેમજ જંબુસરના ગજેરામાં રહેતા પ્રિયંકા બેન પટેલનું રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં કુલ હમણાં સુધીમાં 250 લોકો કોરોના સંક્રમિત થયા છે.
ભરૂચ જિલ્લામાં આજે કોરોનાનો બોમ્બ ફૂટયો હોય એમ એક સાથે 18 જેટલા જિલ્લાનાં લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને જિલ્લાનાં આરોગ્ય તંત્ર સહિત વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે.
Advertisement