રાજપારડી પંથકમા વરસાદનાં આગમનથી જનતામાં ખુશીનો માહોલ ફેલાયો છે.ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતે વરસાદ થયો હતો. ત્યારબાદ વરસાદે થોડા દિવસ વિરામ લેતા વાતાવરણમાં ઉકરાટ જણાતો હતો.સામાન્ય રીતે ચોમાસું એટલે ખેતીની મોસમ ગણાય છે. ચોમાસાની શરૂઆત થતાં જ ખેતરોમાં ખેતી વિષયક કામગીરીની શરૂઆત થાય છે.ચાલુ સાલે રાજપારડી પંથકમાં ચોમાસાની શરૂઆત બાદ થોડા દિવસ વરસાદ બંધ થતાં ખેડૂતો પરેશાન જણાતા હતા, ત્યારે હાલ વરસાદનું આગમન થતાં હવે ખેતરોમાં માણસોની ચહલપહલ જોવા મળશે. રાજપારડી ઉમલ્લા સહિતનાં પંથકમાં હાલ વરસાદનાં આગમનથી ચોમેર ખુશી ફેલાવા પામી છે અને વાતાવરણમાં ઉકળાટની અસર ઓછી થતાં જનતાએ પણ રાહત અનુભવી છે. વરસાદનાં આગમન બાદ બજારોમાં પણ ખેતી વિષયક સામાનની ખરીદી થતાં મંદીના વમળમાં ફસાયેલા બજારોમાં પણ તેજીનાં એંધાણ વર્તાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.
Advertisement