ઝઘડિયા તાલુકાનાં તવડી ગામે ગત ૨૭ મી નાં રોજ રાત્રે કુસુમબેન નામની મહિલાએ તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તે ઘટનામાં કુસુમબેનની માતા સુરતાબેને તેની દીકરી કુસુમનો પતિ ભુપેન્દ્ર શારીરિક, માનસિક ત્રાસ આપી હેરાન કરી ત્રાસ ગુજારી મારઝૂડ કરી તેને આપઘાત કરવા મજબૂર કરી હોવાનો આક્ષેપ કરી ઉમલ્લા પોલીસ મથકમાં તેના જમાઈ ભુપેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલાનાં આત્મહત્યા પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે.બનાવની વિગતો જોતા ઝઘડિયા તાલુકાનાં તવડી ગામે ગત તારીખ ૨૭ મી ના રોજ ભુપેન્દ્ર મોતીસિંગ વસાવાનાઓ રાત્રિનાં સમયે ખેતરમાં પાણી પાવા ગયા હતા. તે દરમિયાન તેની પત્ની કુસુમબેન ઉ.વ ૨૪ રાત્રિનાં સમયે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જે બાબતની જાણવા જોગ ફરિયાદ ભુપેન્દ્ર મોતીસિંહ વસાવાએ ઉમલ્લા પોલીસ મથકમાં આપી હતી. આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. મરણ થનાર કુસુમબેનની માતા સુરતાબેન રહેવાસી અમલાવાડી તાલુકો ડેડીયાપાડાએ તેની દીકરી કુસુમનાં પતિ ભુપેન્દ્ર તેને શારીરિક, માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી મારઝૂડ કરી કુસુમને આ આપઘાત કરવા મજબુર કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમલ્લા પોલીસ મથકમાં તેમણે આપેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દીકરી કુસમ ઉં.વ ૨૪ જેના લગ્ન ૨૦૧૫ માં ભુપેન્દ્ર મોતીસિંગ વસાવા સાથે થયા હતા. કુસુમ અવારનવાર તેનો પતિ દારૂ પીએ છે અને રખડ્યા કરે છે તથા ઘરમાં કરીયાણાનો સામાન આપતો નથી. તે બાબતે કુસુમબેન કહે છે તો તેની સાથે મારઝૂડ કરે છે તેવી વાત તેના માતા-પિતાને અવારનવાર કરતી હતી. ગત માસે કુસુમ તથા તેનો પછી ભુપેન્દ્ર તથા બાળકો તેની માતાના ઘરે અમલાવાડી ગયા હતા ત્યારે કુસુમ જણાવેલ કે હમણાં મારા ધણી મને સારી રીતે રાખે છે. કુસુમનાં આપધાત બાદ કુસુમની માતાને વાતો વાતોથી જાણવા મળેલ કે એકાદ અઠવાડિયા ઉપર પણ કુસુમનાં પતિ ભુપેન્દ્ર અને કુસુમ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. તે દરમિયાન કોઈએ મહિલા હેલ્પલાઇનને ફોન કરતા મહિલા હેલ્પલાઇન ત્યાં આવી હતી પરંતુ તેનો પતિ ભુપેન્દ્ર મળ્યો ન હતો. તેમણે આક્ષેપ કર્યો છે કે મારી દીકરી કુસુમનાં પતિ ભુપેન્દ્ર મોતી સિંગ વસાવા અવારનવાર શારિરીક, માનસિક ત્રાસ આપી હેરાન પરેશાન કરી ત્રાસ ગુજારી મારઝૂડ કરી કુસુમને આપધાત કરવા મજબૂર કરી હતી. સુરતાબેન કરણસિંહ વસાવા રહે. અલમાવાડી તા. ડેડીયાપાડા તેના જમાઈ ભુપેન્દ્ર મોતીસિંહ વસાવા રહે. તવડી વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે.પોલીસે ફરિયાદ બાબત તપાસ હાથ ધરી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.