Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંચમહાલ જિલ્લામાં તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કુલ 616 યુનિટ રક્ત એકત્રિત કરાયું.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં પણ રક્તનો જરૂરી અનામત જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા વહીવટીતંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવી જૂન મહિનામાં 616 યુનિટ મેળવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણની સ્થિતિના કારણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મંદ થયું છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં રક્તનો નિશ્ચિત અનામત જથ્થો જાળવી રાખવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં માર્ગદર્શન હેઠળ આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુપોષિત મહિલાઓ, બાળકો તેમજ પ્રસૂતિ દરમિયાન મહિલાઓનો જીવ બચાવવા રક્ત અતિ આવશ્યક છે અને કોરોના સંક્રમણનાં પરિણામે રક્તદાનની પ્રવૃતિ મંદ થઈ છે. ત્યારે તંત્ર દ્વારા આ વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર ઘોઘંબા તાલુકામાંથી 209 યુનિટ, ગોધરા તાલુકામાંથી 150 યુનિટ, કાલોલ તાલુકામાંથી 65 યુનિટ, હાલોલ તાલુકામાંથી 46 યુનિટ, મોરવા હડફ તાલુકામાંથી 60 યુનિટ અને શહેરા તાલુકામાંથી 86 યુનિટ મળી કુલ 616 યુનિટ જૂન મહિનામાં મેળવવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર સૌ દાતાઓનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આ પ્રકારનાં કેમ્પનું આયોજન ચાલુ રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : વેડચ પોલીસે ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો સાથે બુટલેગરને ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 88,000 કરતાં વધુ મતોથી સાતમી વખત વિજેતા જાહેર થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!