Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લામાં ગોધરાનાં 2, હાલોલનો 1 અને મોરવા (હ)નો 1 વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત કરવામાં આવ્યો.

Share

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-19 રેગ્યુલેશન્સ, 2020ની કલમ-11 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની કલમ-30 અને 34 હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાનાં ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ 4 વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરતો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ગોધરા નગરપાલિકા અને તાલુકાના 1-1, હાલોલ નગરપાલિકાનો 1 અને મોરવા (હ) તાલુકાના 1 વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ચારેય વિસ્તારોમાં તા.03/06/2020ના રોજ અંતિમ કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યો હતો. આ સાથે જ ઈન્દિરા કોલોની સાલિયા (સંત રોડ) વિસ્તારનાં 18 ઘરોનાં 102 લોકો, સામલીનાં બામણ ફળિયાનાં 19 ઘરોનાં 85 લોકો, મહાવીરનગર વિસ્તારનાં 18 ઘરોનાં 44 વ્યક્તિઓ અને રાણાવાસ-ગોલવાડનાં 36 ઘરોના 96 લોકોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ મળી છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ મળી આવવાના પરિણામે અત્યાર સુધી કુલ 105 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઈન જાહેર કરવામાં આવ્યા હતા. જે પૈકી અત્યારની સ્થિતિએ કુલ 47 વિસ્તારોને છેલ્લા 28 દિવસોથી કોઈ પોઝિટીવ કેસ ન મળી આવવાના પરિણામે ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા 58 વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટાઈન છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

માંગરોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફ્રી ઓર્થોપેડિકનો મફત કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયાનાં ત્રણ રસ્તા પર પેપર વાંચતા ઇસમનાં ખિસ્સામાંથી રૂ.દસ હજારની ચીલ ઝડપ…

ProudOfGujarat

ભરૂચ ના ઘાસમંડાઈ ઘાંચીવાડ ના રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવા સામે વાંધો ઉઠાવી સ્થાનિક રહીશોએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!