અનલોક બે નાં પ્રથમ દિવસે ગુજરાતમાં એસ.ટી બસની સેવા રાબેતા મુજબ ચાલુ થઈ હતી જેમાં ૨૫ થી ૩૦ જેટલા મુસાફરો સાથે સોશ્યિલ ડિસ્ટનશનનાં નિયમથી એસ.ટી બસો દોડાવવામાં આવી રહી છે. જિલ્લામાં આવેલા વિવિધ એસ.ટી ડેપોમાંથી ગ્રામ્ય રૂટની બસો આજથી શરૂ કરતા મુસાફરોને રાહત મળી છે.બસમાં પ્રથમ દિવસે મુસાફરોનાં હાથ સેનેટાઇઝ કરાયા બાદ બસમાં બેસવાની અનુમતિ આપવામાં આવી હતી. છેલ્લા ૯૯ દિવસથી ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારને જોડતી એસ.ટી બસો બંધ હતી જે હવે ચાલુ થઈ જતા મુસાફરોને રાહત મળી છે. તારીખ ૧ જુલાઈને બુધવારે પહેલા દિવસથી ભરૂચમાંથી પાલેજની બસ સેવા પણ શરૂ થઈ ગઈ છે. બસ સેવાની જાણકારીનાં અભાવે પહેલા દિવસે આ રૂટ પર ખૂબ જ ઓછા મુસાફરોએ અપડાઉનમાં બસનો લાભ લીધો હતો જેના પગલે બસમાં મુસાફરોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી હતી.મુસાફરો માટે ખુશીની વાત એ છે કે ગુજરાત એસ.ટી બસોમાં ભાડા વધારવામાં આવ્યા નથી જુના ભાડા યથાવત છે.પાલેજથી ભરૂચનું ભાડું ૨૬ રૂપિયા વસુલવામાં આવે છે. પાલેજ બસ સ્ટેન્ડ ઉપરથી ભરૂચ રેલવે ગોદી સુધી મુસાફરોને પ્રસ્થાન કરાવે છે. નાઈટ આઉટની બસ સેવાઓ હાલ પૂરતી બંધ રાખી બસોને ડેપોમાં નાઈટ આઉટ રોકાણ કરવાનું રહેશે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ