ભરૂચ જીલ્લામાં વસતા હજારો માછીમાર પરિવાર માટે ચોમાસાનાં ચાર મહિના પરિવારનાં ગુજરાન માટે અતિ મહત્વનાં હોય છે. નર્મદા નદીમાં ચાર મહિના દરમ્યાન માછીમારી કરીને તેઓ આખા વર્ષ માટે પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. જેમ સામાજીક, ધાર્મિક પ્રસંગો પણ સામેલ છે ત્યારે આજે ભરૂચમાં ભાડભુત ગામ નજીક નર્મદા નદીમાં ભરૂચ જીલ્લાનાં માછીમાર સમાજ દ્વારા દેવપોઢી એકાદશીનાં દિવસે નર્મદા માતાની પૂજા અર્ચના, દુદ્યાભિષેક કરી 101 મીટરની ચૂંદડી અર્પણ કરાઇ હતી
અને નર્મદા નદીમાં માછીમારીનો પ્રારંભ કર્યો હતો. આ અંગે માછી સમાજનાં અગ્રણી ચીમનભાઈએ કહ્યું હતું કે આ ચાર મહિના ચોમાસાનાં અમારા માટે અતિ મહત્વનાં છે માછીમારી કરી આખા વર્ષ દરમ્યાન અમે અમારા પરિવાર માટે જીવન નિર્વાહની વ્યવસ્થા કરીએ છીએ.
Advertisement