ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાની દહેજ GIDC માં આવેલ અદાણી પાવર લી. કંપની દ્વારા વાગરાનાં સુવાગામ નજીક નર્મદા નદીમાંથી લાખો ટન રેતી ગેરકાયદેસર કાઢી લઈ રોયલ્ટી નહીં ભરતાં આ મામલે એક અરજી દાખલ થતાં તે માટે ખાણ ખનીજ ખાતું અને જીલ્લા કલેકટરની ટીમે તપાસ અને આ મામલે ચાલેલી સુનાવણીમાં આજે તમામ પક્ષની દલીલોનાં અંતે અદાણી કંપનીને રૂ.16 કરોડ 28 લાખ ઉપરાંતનાં દંડ 30 દિવસમાં ભરી જવાનો હુકમ કરવામાં આવ્યો છે. વાગરાનાં દહેજ GIDC માં આવેલ અદાણી ગૃપ ઓફ કંપનીની અદાણી પાવર લી. કંપની દ્વારા વાગરા તાલુકાનાં સુવા ગામ નજીક નર્મદા નદીમાંથી 4 લાખ મેટ્રિક ટન કરતાં પણ વધુ રેતીનું ખનન કરીને ગેરકાયદેસર રીતે પુરાણ કર્યું હતું. આ મામલે ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી ચોરી અંગેની એક લેખિત રાજેશ પંડિત-જોઇન્ટ ડાયરેકટર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એશોસીએશન દ્વારા તા.1-8-2011 થી લઈ 5-9-2011 દરમ્યાન જીલ્લા કલેકટર અને ભરૂચ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરી હતી જેમાં રેતી ખનન અને રોયલ્ટી ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી. આ બાબતે ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ દ્વારા ધનિષ્ઠ અને જીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી અને બીજી તરફ અદાણી કંપનીનાં સંચાલકોને જેમની પહોંચ રાજય સરકારનાં મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારનાં મંત્રીઓ સુધી હતી તેમણે આ મામલે તમામ પ્રયાસો કર્યા કે આ મામલે તપાસમાં કંઈક થાય પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા પોતાનો પાવર વાપર્યો હતો. આ દરમ્યાન જીલ્લા કલેકટરથી લઈ ગાંધીનગર સુધી અદાણી પાવર કંપની દ્વારા આપીલો કરવામાં આવી અને આ મામલે જીલ્લા કલેકટરને આ અરજી મામલે કેસ ચાલતા જીલ્લા કલેકટર દ્વારા આજે બંને પક્ષની આખરી દલીલો સાંભળીને તેમણે અદાણી પાવર કંપની દ્વારા ગેરકાયદેસર રેતી ખોદકામ રોયલ્ટી ચોરી મામલે કંપનીને રૂ.16 કરોડ 28 લાખ 25 હજાર 971 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડ 30 દિવસમાં ભરવાનો હુકમ કર્યો છે. જયારે આ મામલે અદાણી કંપની સામે લડનાર અરજી કરનાર રાજેશ પંડિત દ્વારા આજે આ હુકમ થતાં તેમણે કહ્યું હતું કે એ રૂપાણી સરકાર પાણી બતાવે અને આ રૂપિયા વહેલી તકે સરકારમાં જમા થાય તેમ તેમણે માંગણી કરી હતી.
વાગરાની દહેજ GIDC અદાણી પાવર લી. કંપનીને રેતી ખનન મામલે 16 કરોડનો દંડ ફટકારવામાં આવતા ચકચાર.
Advertisement