પાલેજનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક-એક કેસ બાદ પાલેજ નગરમાં કોરોના પોઝીટીવનો પ્રથમ કેશ નોંધાતા ચકચાર મચી જવા પામી છે, ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો પગ પેસારો સંદર્ભે જો સાવચેતી રાખવામાં ના આવી તો ભયાનક પરિણામ આવી શકે એમ છે. ભરૂચ તાલુકાનાં પાલેજ ખાતે મંગળવારનાં રોજ પાલેજમાં કેબીન ઉપર અનાજનું વેચાણ કરતા વેપારી તેમજ ત્યાં કામ કરતા કામદારનાં ફેમિલી બેકગ્રાઉન્ડ નાં આધારે કોરોના તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી દિનેશ ભાઈ શાહ નામના વેપારીનો મંગળવારનાં રોજ કોરોના પોઝીટીવનો રિપોર્ટ આવતા પાલેજ ગુજરાતી શાળા ચોકડી વિસ્તાર કે જ્યાં તેઓની કેબીન છે તેમજ પાલેજ મક્કા મસ્જિદ વિસ્તાર જ્યાં તેઓનું રહેઠાણ છે લોકોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો, ઉલ્લેખનીય છે કે તેઓના ભાઈ જે વડોદરા વસવાટ કરી રહ્યા છે તેમજ માતા વડોદરા ખાતે હાલ કોરોનાનો ઈલાજ કરાવી રહ્યા છે જેને પગલે તેઓની દુકાનની આસપાસ આવેલ અન્ય કેબીનોને સોમવારનાં રોજથી જ આ સમગ્ર વિસ્તારને બંધ કરવામાં આવ્યો હતો.
શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં એક-એક કરી કોરોના પોઝિટિવનાં કેસો બહાર આવી રહ્યા છે જે અંગે તંત્ર દ્વારા જો સાવચેતી રાખવામાં ના આવી તો આવનાર દિવસોમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરી શકે એમ છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ