દેશભરમાં 1 જુલાઈથી અનલોક-2 લાગુ થવા જઈ રહ્યું છે તેવામાં અનલોક 2 અંતર્ગત મોટી રાહત રાજ્યનાં વેપારી વર્ગને સરકારે આપી છે. આવતી કાલ એટલે કે 1 જુલાઈ અને બુધવારથી ગુજરાતમાં દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી દુકાનોનું કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને આ ઉપરાંત હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું છે કે ભારત સરકારનાં દિશા નિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરવાનો રહેશે. કેન્દ્ર સરકારે તારીખ 1 જુલાઈથી અનલોક 2 અંતગર્ત જે નવા દિશા નિર્દેશો આપેલા છે તેને પગલે મુખ્યમંત્રીએ ગુજરાતમાં દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટ માટે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આવતીકાલથી અમલી બનનારા ‘અનલોક-૨.૦’ની માર્ગદર્શિકાની જાહેરાત કરવામાં છે. જેમાં રાત્રી કફર્યુંની સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા રાત્રે ૯ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી રાત્રી કફર્યું હતો. તેનો સમય રાત્રે ૧૦ વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રાત્રી કફર્યું રાત્રે ૧૧ વાગ્યા બાદ અમલી કરવાની માંગ થઈ હતી જેને, સરકારે ગ્રાહ્ય રાખી નથી જો કે, રાત્રી કફર્યું દરમ્યાન હાઈવે પર ભારવાહક વાહનો, પેસેન્જર વાહનોમાં મુસાફરી કરી રહેલા પરિવહનને છૂટછાટો આપવામાં આવી છે. ઉપરાંત શાળા, કોલેજો, સહિતની શૈક્ષણીક સંસ્થાઓ, સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, જીમ, સ્વીમીંગ પુલ, ઓડીટોરીયમ સહિતનાં જાહેર સ્થળો ૩૧ જુલાઈ સુધી બંધ રાખવામાં આવશે.
1 જુલાઈથી રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી અને રેસ્ટોરન્ટ રાત્રે 9 સુધી ખુલ્લા રહેશે.
Advertisement